આજે, નક્ષત્રોના રાજા 'પુષ્ય નક્ષત્ર' નો મહાશુભ યોગ છે, જે સોના-ચાંદી સહિત અન્ય કિંમતી વસ્તુઓની ખરીદી માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજના દિવસે ખરીદીનું મહામુહૂર્ત હોવાથી બજારોમાં ધૂમ મચી છે. <h3>માર્કેટનો અંદાજ અને ખરીદીનો ઉત્સાહ</h3> ભલે સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હોય અને સોનામાં 'સુવર્ણ' તેજી તેમજ ચાંદીમાં ચળકાટ જોવા મળી રહ્યો હોય, તેમ છતાં શહેરીજનોમાં ખરીદીનો ઉત્સાહ જબરદસ્ત છે. ખરીદીનો માહોલ: સોની જ્વેલર્સના શોરૂમ્સમાં સોના-ચાંદીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે.