પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજ્યભરના શિવલયોમાં ભાવિકોની ભીડ ઉમટી પડી છે. મંદિરો ‘હર હર મહાદેવ’ અને ‘ઓમ નમ શિવાય’ નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ તો પ્રથમ જ્યોતિર્લિંગ ધામ એવા સોમનાથ ધામમાં. વહેલી સવારથી જ શિવભક્તો. સોમનાથ દાદાના દર્શન દર્શન માટે પહોંચી રહ્યા છે.."જય સોમનાથ" ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. તો રાજ્યના મહાનગરોમાં પણ ભક્તો જળાભિષેક. અને બિલિપત્ર અર્પણ કરી શિવપૂજન કરી રહ્યા છે. સાથે ભગવાન ભોળાનાથ પાસે પરિવારને આધી-વ્યાધી-ઉપાધીથી દૂર રાખવા પ્રાર્થના કરી રહ્યા છે.