શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળતા રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી. સેન્સેક્સમાં 1,247 પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો હતો અને સેન્સેક્સ 73,580ની સપાટીએ બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટીમાં પણ 384 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને નિફ્ટી 23,063ના સ્તરે બંધ રહ્યો હતો. બજારમાં ભારે ઘટાડાને કારણે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹4 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. ખાસ કરીને બેન્કિંગ અને ફાઇનાન્સિયલ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં વેચવાલીનું દબાણ વધતા અનેક શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજાર પર વૈશ્વિક બજારોની નબળાઈની પણ અસર જોવા મળી હતી. સાથે જ ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે બજાર પર વધુ દબાણ આવ્યું હતું. વૈશ્વિક સંકેતો અને વધતા ક્રૂડ ઓઈલના ભાવ વચ્ચે રોકાણકારોએ મોટા પાયે વેચવાલી કરતા સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો.