આણંદના-ખેડા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત જોવા મળી. પેટ્રોલ પંપો પર લાગ્યા ‘નો સ્ટોક’ના પાટિયા..ખરીફ સીઝનની શરૂઆતે જ ખેડૂતો બેહાલ થયા. ટ્રેક્ટરો થંભી જતાં ખેતીકામ ખોરવાયું. પેટ્રોલ પંપો પર "પેટ્રોલ-ડીઝલ નથી" ના બોર્ડ લાગ્યા લાગતા ખાસ કરીને ખેડૂતો પરેશાન. મોંઘા બીયારણ અને ખાતર ખરીદ્યા પછી હવે જ્યારે વાવણીનો સમય આવ્યો છે. ત્યારે ડીઝલની અછતે ખેડૂતોની કમર તોડી નાખી..ટ્રેક્ટરો અને ખેતીના સાધનો ઈંધણ વિના શોભાના ગાંઠિયા સમાન બન્યા. ચોમાસુ માથે છે અને ખરીફ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ, ડીઝલ ન મળવાને કારણે ખેડૂતો ખેતરોનું ખેડાણ કરી શકતા નથી.