જુનાગઢના ધરાનગરમાં મોડી રાત્રે એક બે નહીં પણ એક સાથે સાત સિંહો આવી ચડ્યા હતા.શિકારની શોધમાં આવેલા સાત સિંહો CCTVમાં નજરે પડ્યા હતા.સાવજોની લટારથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.આ વિસ્તારમાં છેલ્લા એક માસથી સાવજોની અવરજવર વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે.જોકે હાલ વન વિભાગ દ્વારા સલામતીને ધ્યાને લઈ સિંહોને જંગલ વિસ્તાર તરફ લઈ જવામાં આવ્યા છે.