અમરેલી જિલ્લામાં સાવરકુંડલા રેન્જમાં ખાંભા-રાજુલા હાઈવે પર અચાનક 7 સિંહ આવી ચડ્યા..આદસંગ ગામ નજીક સાંજના સમયે એકસાથે 7 સિંહ હાઈવે પર આવી ચડતા વાહનચાલકોએ પોતાના વાહન રોકી દીધા...ઘટનાની જાણ થતાં વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો..સિંહોની અવરજવર દરમિયાન વાહન વ્યવહાર થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો...બધા જ સિંહ સુરક્ષિત રીતે રસ્તો પાર કરીને નીકળી ગયા બાદ ફરી વાહન-વ્યહાર શરૂ કરાયો.