ગીર સોમનાથના ઉનામાં સાવજની લટારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દીવ નજીક નાળીયા માડવી ગામે મોડી રાતે સિંહ પાણી પીવા માટે આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાની બાજુએ આવેલી પાણીની કુંડીમાંથી સિંહે પાણી પીતા વાહન ચાલકો અને રાહદારીઓમાં કૂતુહલ સર્જાયું. જો કે પાણી પીધા બાદ સિંહ દરિયા કિનારા તરફ ચાલતો થયો. એક તરફ સિંહમાં ભેદી રોગચાળો ફેલાયો છે. ત્યાં સ્વસ્થ સિંહ જોવા મળતા સિંહ પ્રેમીઓમાં આનંદ છવાયો છે. અને તેમને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.