અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ.એમા રાજ્ય સરકારના મંત્રીઓને ખેડૂતોની નુકસાનીની સમીક્ષા કરી સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે.ત્યારે રાજુલા તાલુકા સરપંચ એસોસિએશન ટીમ એકત્ર થઈ અને 72 ગામડાના સરપંચોએ ડિજિટલ સર્વે સામે વિરોધ નોંધાવ્યો.ડિજિટલ સર્વેની કામગીરીના કારણે અનેક ખેડૂતો સહાયથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ કર્યો. મોટા ભાગના સરપંચોએ સર્વેની કામગીરી રદ કરી ખેડૂતોને 100 ટકા નુકસાનીની સહાય આપવામાં આવે તેવી માગ કરી.અને તાલુકા વિકાસ અધિકારી સહિત ધારાસભ્યને આ અંગે રજૂઆત પણ કરી.કમોસમી વરસાદથી ખેડૂતોના પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાથી 100 ટકા સહાય મળે તેવી માગ કરી,અને જો સરકાર સર્વેની કામગીરી કરશે તો સરપંચો ખેડૂતોને સાથે રાખી ધરણાની ચીમકી ઉચ્ચારી.