ડાંગ જિલ્લાના સૌંદર્યમય ગિરિમથક સાપુતારામાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ઘેરા વાદળો, હરિયાળા પહાડો અને શાંત ઠંડક વચ્ચે કુદરતના મનમોહક નજારાઓ જોવા મળતાં પર્યટકો અહીં ઊમટી રહ્યા છે. સાપુતારાનું આ નજારો હર એક મુલાકાતીને મંત્રમુગ્ધ કરી દે તેવો છે.