સારી ખાનગી શાળામાં બાળકોનું એડમિશન લેવા પડાપડી કરતાં વાલીઓને તમે જોયા હશે. પરંતુ, સુરતમાં તો. સરકારી શાળાઓમાં એડમિશન લેવા વાલીઓની લાંબી કતારો લાગી છે. સુરત મનપા સંચાલિત શાળાઓમાં. આગામી શૈક્ષણિક વર્ષ માટે બાળકોના એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને અનેક શાળાઓમાં એડમિશન માટે. વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉત્રાણ વિસ્તારમાં આવેલ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં. આજે મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડ્યા હતા. બાળકોને એડમિશન અપાવવા. પરોઢે ત્રણ વાગ્યાથી જ વાલીઓએ લાઈનો લગાવી દીધી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં. 400 વિદ્યાર્થીઓની એડિમિશનની ક્ષમતા સામે. બે જ દિવસમાં. 1300 જેટલાં ફોર્મ ભરાઈ ચુક્યા છે. સામાન્ય રીતે ડ્રો સિસ્ટમથી અહીં બાળકોને એડમિશન આપવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ બાકી રહી જાય. તેમની નજીકની સરકારી શાળામાં એડમિશનની પણ વ્યવસ્થા કરી અપાય છે. પણ વાલીઓનો આગ્રહ એવો રહે છે કે તેમના બાળકોને આ શાળામાં એડમિશન મળી જાય. મોંઘવારીના માર વચ્ચે વિનામૂલ્યે શિક્ષણ... અને ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી શિક્ષણ વ્યવસ્થા, ટેક્નોલોજીને લીધે લોકોમાં આ શાળાઓનું આકર્ષણ વધ્યું છે.