સરકાર દ્વારા એલપીજી, રેલ્વે ટિકિટ સહિતના ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમો આજથી એટલે કે 1 જુલાઈ 2025 થી અમલમાં આવી રહ્યા છે. ચાલો તમને તે મહત્વપૂર્ણ નિયમો વિશે જણાવીએ, જે આજથી બદલાશે અને જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. 1 જુલાઈથી ટ્રેન ભાડામાં નજીવો વધારો થશે. મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનોમાં, નોન-એસી ક્લાસ માટે પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી ક્લાસ માટે 2 પૈસાનો વધારો થશે. સારા સમાચાર એ છે કે 5૦૦ કિમી સુધીની મુસાફરી માટે બીજા વર્ગનું ભાડું યથાવત રહેશે. જોકે, 5૦૦ કિમીથી વધુની મુસાફરી માટે, પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.