સુરત RTO દ્વારા 2024 અને 2025માં મળી કુલ 1465 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં 2025માં 235 અને 2024માં 1230 લાયસન્સ સસ્પેન્ડ થયા છે. રૉંગ સાઇડ, વિધાઉટ હેલ્મેટ, ઓવરસ્પીડ અને મોબાઇલ પર વાત કરવા બદલ 3 મહિના અને ફેટલ અકસ્માત-ડ્રંક એન્ડ ડ્રાઇવ માટે 6 મહિના સુધીની સસ્પેન્શન કરવામાં આવે છે