RTI એક્ટિવિસ્ટ બનીને લોકો પાસે પૈસા પડાવતા કેતન પટેલ નામના એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. કેતન પટેલની તેમની પત્ની સાથે ધરપકડ કરાઈ છે. ACBમાં અરજીના નિકાલ માટે પાંચ લાખ રૂપિયા માગ્ય હતા જેને લઈને ચાર લાખ રૂપિયા સ્વીકારતા ઝડપાયા છે. અમદાવાદ એસીબીએ પાર પાડેલા ઓપરેશનમાં કેતન પટેલ સાબરકાંઠાના પ્રાંતિજથી પકડાયો છે. ધરપકડ બાદ એવી પણ વિગતો બહાર આવી છે કે કેતન પટેલ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં અધિકારીઓ સામે અરજી કરતા હતા અને પૈસા પાડવવાનો કારસો કરતા અધિકારી જો પૈસા ન આપે તો ACBમાં અરજી કરતા. આ બાદ ACBમાં અરજી કરીને ફરી વખત ધાકધમકી આપીને પૈસા પડાવવાની ધમકી આપતા.