દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ રૂપિયા 71 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ગઇકાલે ઝડપાયેલા 3 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. મનરેગા કૌભાંડ મામલે અગાઉ પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઇ હતી, તો ગઇકાલે બીજા પુત્ર કિરણ ખાબડને પણ પોલીસે વડોદરા નજીકથી ઝડપી પાડ્યો....કિરણ ખાબડે પણ 5 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યાની આશંકા છે.. કુલ 35થી વધુ એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ છે.. જેમાં DRD કચેરીની સંડોવણી અંગે પણ આશંકા વ્યક્ત કરાઈ છે, કોંગ્રેસ આ મુદ્દે આક્રમક બની અને આવતીકાલે દાહોદની મુલાકાત લેવાનું ઘોષિત કર્યું છે.