દિવાળીના તહેવાર શરૂ થતાં જ લૂંટારું ટોળકી સક્રિય થઈ ગઈ છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મહિલા સાથે ચિલઝડપની ઘટના સામે આવી છે. જેમાં નારણપુરામાં રહેતા મહિલા પોતાના બેંકના લોકરમાં સોનાની લગડી અને રોકડ મુકવા જઈ રહ્યા હતા. ત્યારે સ્કૂટર પર આવેલા લૂંટારાએ તેમના હાથમાંથી પર્સની ચિલઝડપ કરી હતી. બેગમાં અઢી લાખની રોકડ અને સોનાની લગડીઓ મળી કુલ રૂ.10.76 લાખનો મુદ્દામાલ હતો.