ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા બાદ. ભયાવહ તારાજી સર્જાઈ છે. જો કે રાજ્યના અનેક જિલ્લાઓમાંથી પણ. ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. હરિદ્વાર અને ઋષિકેશમાં. ગંગા નદીએ અત્યંત ભયાવહ રૂપ ધારણ કર્યું છે. હરિદ્વારમાં ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. હરિદ્વારના ઘાટ. જળમાં ગરકાવ થયા છે. તો. નીચાણવાળા વિસ્તારો પણ. જળમગ્ન થયા છે. લોકોને નદી કિનારે ન જવા. તંત્ર દ્વારા. સતત અપીલ કરવામાં આવી રહી છે. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને ગંગાસ્નાન ન કરવા. કે કાંઠા પર ન બેસવા જણાવાઈ રહ્યું છે. કાંઠા વિસ્તારોમાં. રેસ્ક્યૂ ટીમો ખડેપગે તૈનાત છે. તો ભારે વરસાદને પગલે. કેદારનાથ યાત્રા પણ અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. રુદ્રપ્રયાગમાં હવામાન ખરાબ હોઈ. કેદારનાથ ધામ યાત્રાને હાલ રોકી દેવામાં આવી છે. રુદ્રપ્રયાગમાં. વરસાદનું રેડ એલર્ટ જાહેર છે. કેદારનાથ જતા સ્ટેટ હાઈવે પર. સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે પહાડો પરથી પથ્થરો ધસી આવતા અનેક સ્થળે બ્લોકેજ છે. તો કેદારઘાટીમાં મંદાકીની નદીએ પણ રૌદ્ર રૂપ ધારણ કરતાં. સલામતીના ભાગ રૂપે. યાત્રા હાલ સ્થગિત કરવામાં આવી છે.