ધૂળેટી ભલે રંગનો તહેવાર હોય પરંતુ મહેસાણાના વીસનગરમાં ધૂળેટીનો પર્વ રંગથી નહીં પણ એકબીજા પર ખાસડા અને શાકભાજી મારીને ઉજવવામાં આવે છે..અહીં બે જૂથ વચ્ચે ધૂળેટીના દિવસે ખાસડા યુદ્ધ જામે છે...લોકો એકબીજા પર જૂતા-ચપ્પલ અને રિંગણ ટામેટા જેવા શાકભાજી ફેંકે છે..કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે પણ આ ખાસડા હોળીની ઉજવણીમાં ભાગ લીધો. મહેસાણાના વિસનગરમાં ઋષિકેશ પટેલ પર થયો શાકભાજીનો મારો.ધૂળેટીના પર્વ પર શાકભાજી યુદ્ધ ખેલાતા ઉર્જા પ્રધાન માંડમાંડ બચ્યા.ખાસડા યુદ્ધનો આનંદ માણવા પહોંચ્યા હતા ઋષિકેશ પટેલ..ખાસડા યુદ્ધમાં રીંગણ અને ભટ્ટા જેવી શાકભાજી મારવાની છે પરંપરા લોકોએ છુટ્ટા શાકભાજી ફેંકીને ઋષિકેશ પટેલને આડે હાથ લીધા હતા. સ્થાનિકોએ ધડાધડ રીંગણનો મારો કરતાં દરવાજો બંધ કરાયો..ધૂળેટીના ઉત્સવનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ