સુરતમાં સ્કુલ રીક્ષા ચાલકની બેદરકારીના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાઇ ગયા. ઘટના છે સાયણ ગામ પાસેની કે જ્યાં વિદ્યાર્થીઓથી ખિચોખીચ ભરેલી રીક્ષા પલટાઇ ગઇ. જેમાં બાળકો રીક્ષાની નીચે દબાઈ ગયા. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા અને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા. હાલ મળતી માહિતી અનુસાર, રીક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડ્યા હતા. તેથી રીક્ષા ચાલકે કાબૂ ગુમાવ્યો.