માવઠાના માર વચ્ચે રાજકોટના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.ગુજરાતની મગફળીની હવે અમેરિકામાં નિકાસ થશે .ગોંડલ માર્કેટ યાર્ડ અને અમેરિકાના નેશનલ પીનટ બોર્ડ વચ્ચે કરાર થયા છે.અમેરિકા સાથેના કરારથી મગફળીના ખેડૂતોને મહત્તમ લાભ મળશે.નેશનલ પીનટ બોર્ડના CEO ગોંડલ માર્કેટ યાર્ડની મુલાકાતે આવ્યા હતા અને માર્કેટ યાર્ડના ચેરમેન સાથે મુલાકાત કરી મહત્વના મુદ્દાઓને લઈને કરાર થયા.માર્કેટ યાર્ડની મુલાકાત દરમિયાન CEOએ મગફળી હરાજી સ્થળની મુલાકાત લીધી હતી.વેપારીઓ સાથે બેઠક યોજી મગફળી ઉત્પાદન અંગે મહત્વની માહિતી પણ આપી.