દેવભૂમિ દ્વારકા જતા યાત્રિકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં. વર્ષ 2022માં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ બંધ કરાયેલા ગોમતી નદી પર આવેલ સુદામા સેતુ બ્રિજના વનવાસનો હવે અંત આવશે. જી હા સુદામા સેતુના નવનિર્માણ માટે સરકારે 14 કરોડ 11 લાખ રૂપિયા મંજૂર કર્યા જે કામનું ટેન્ડર પણ મંજૂર થઈ ગયુ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ 9 કરોડ 45 લાખ રૂપિયા ખર્ચ ઉઠાવશે જ્યારે દ્વારકા દેવસ્થાન સમિતિ પણ 5 કરોડ રૂપિયાની મદદ કરશે. PWD વિભાગ દ્વારા ખાનગી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. દ્વારકાની સાન કહેવાતા સુદામા બ્રિજના નવનિર્માણની ખાસ વાત એ છે કે સંપૂર્ણપણે સુરક્ષિત અને આધુનિક હશે. જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે જેથી પ્રવાસીઓની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે.