વાવ-થરાદના ઠાકોર સમાજને સાંસદ ગેનીબેનની ટકોર..સમાજ સુધારણા અંગે મળેલી બેઠકમાં સાંસદે કહ્યું..લગ્નમાં ખોટા ખર્ચ ઘટાડો, શિક્ષણ પાછળ ખર્ચ કરો. "આગામી પેઢીનું ભવિષ્ય સુધારવા બચત કરી શિક્ષણ પર ખર્ચ કરો".ભાભર તાલુકાના લુણસિલ ગામમાં મળેલી ઠાકોર સમાજની બેઠકમાં ગેનીબેન ઠાકોરે સમાજને કરી અપીલ. વાવ થરાદ જિલ્લામાં ભાભર તાલુકાના લુણસિલ ગામમાં ઠાકોર સમાજની સમાજ સુધારણા અંગે મળેલી મહાબેઠકમાં ઠાકોર સમાજના અગ્રણી નેતા અને બનાસકાંઠાથી સાંસદ એવા ગેનીબેન ઠાકોરે ટકોર કરતા સમાજના લોકોને ટકોર કરતા કહ્યું કે આગામી પેઢીનું ભવિષ્ય સુધારવા બચત કરી શિક્ષણ પર ખર્ચ કરો આપને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ બનાસકાંઠાના ગોઢ ગામે કુરિવાજોને તિલાંજલિ આપવા ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામના વડીલો, આગેવાનો અને યુવાનોની હાજરીમાં કુરિવાજોને સમૂળગા દૂર કરવા માટે મહત્વના ઠરાવો સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. આ નિર્ણયો સમાજના સર્વાંગી વિકાસ અને યુવાનોને યોગ્ય દિશા આપવા માટે લેવાયા છે.