એક તરફ ચાંદીમાં આગ ઝરતી તેજીના કારણે બજારમાં ગ્રાહક નથી. બીજી તરફ એક દિવસમાં થતા ભારે ભાવફેરથી વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિટેલ વેપારીઓ ગ્રાહકને માલ વેચી હોલસેલના વેપારીઓને ચાંદી આપી ચૂકવણી કરતા હોય છે. ત્યારે એક જ દિવસમાં 20 હજાર જેટલા ભાવફેરના કારણે વેપારીઓ મુજવણ છે. ચાંદીના રિટેલ વેપારીઓ ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. જેના કારણે બજારમાં આર્થિક વ્યવહાર ઠપ થઈ ગયો છે. હોલસેલના વેપારીઓને સમયસર પેમેન્ટ ન મળતા નવો માલ ખરીદી શકતા નથી. જેના કારણે 5થી 10 હજાર કારીગરો બેરોજગારીની ખાઈમાં ધકેલાઈ ગયા છે.