તહેવારો પહેલાં મોંઘવારીના માર વચ્ચે બેંકો પાસેથી લોન લેવી પણ મોંઘી થવાની છે. રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને તેને 5.25થી 5.50 ટકા કરી દીધો છે. આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2023 એટલે કે લગભગ 4 વર્ષ બાદ રેપો રેટ વધારવો પડ્યો છે. આ વખતે આ વધારો તહેવારોની મોસમના બરાબર પહેલાં થયો છે, જ્યારે લોકો સૌથી વધુ ખરીદી કરે છે.આ એ વ્યાજદર છે જેના પર બેંક RBI પાસેથી લોન લે છે. ફોર્મ્યુલા એ છે કે જો રિઝર્વ બેંક બેંકોને મોંઘી લોન આપશે તો બેંકો પણ લોકોને મોંઘી લોન આપશે, જેના કારણે લોકો ઓછી લોન લેશે અને ખર્ચ પણ ઓછો કરશે. ખર્ચ ઓછો કરશે તો મોંઘવારી કાબૂમાં રહેશે. રેપોરેટમાં વધારાની સીધી અસર લોન ધારકો અને નાણાકીય બજારો પર પડી શકે છે. તો રેપોરેટને લીધે બચત અને ફિક્સ્ડ ડિપોઝીટ પર મળનારા વ્યાજ દરોમાં પણ પરિવર્તન જોવા મળી શકે છે. પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલતા તણાવ અને કાચા તેલની વધેલી કિંમતોએ અર્થવ્યવસ્થાની ચિંતા વધારી છે. ત્યારે રેપોરેટમાં વધારાની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે.