દ્વારકા બાદ હવે મોરબીના દરિયામાં જોવા મળી છે દુર્લભ ડોલ્ફીન. દુર્લભ એટલા માટે કારણ કે, ગુજરાતના દરિયાકાંઠા અત્યાર સુધી ક્યારેય ડોલ્ફીનના દર્શન કરવા નથી મળ્યા. ત્યારે નવલખી દરિયામાં ડોલ્ફીન જોવા મળતા જ માછીમારોમાં ભારે કુતુહલ સર્જાયું. અને દરિયામાં ડોલ્ફીનનો વીડિયો બનાવ્યો. દ્રશ્યોમાં જોવા મળે છે તેમ ડોલ્ફીન બોટની એકદમ નજીક જ તરી રહી છે. ત્યારે આ દ્રશ્યો પરથી એકવાત સ્પષ્ટ છે કે ડોલ્ફીનની એન્ટ્રીથી રાજ્યની દરિયાઇ સૃષ્ટિમાં વધારો થયો છે.