9 ઓગસ્ટે છે રક્ષાબંધન. અને પછી 15 ઓગસ્ટ. પર્વને ગણતરીના દિવસો બાકી છે. તેવામાં સુરતમાં રાષ્ટ્રપ્રેમને સમર્પિત થીમ પર બનેલી રાખી ધૂમ મચાવી રહી છે. સોના-ચાંદીની બનેલી બ્રહ્મોસ મિસાઇલની ડિઝાઇનવાળી રાખડીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે. અને તેની કિંમત અંદાજે રૂપિયા 2500 છે. જ્યારે, સોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરાઇ છે. 5થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ રાખડીની કિંમત 60,000થી 80,000 રૂપિયા છે. લોકોમાં આ રાખડીની પણ ખૂબ માગ છે. આ વિશેષ રાખડીઓ તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. જ્વેલર્સના જણાવ્યા મુજબ, રૂપિયા 500થી લઇ મોંઘેરી રાખડીઓ ઉપલબ્ધ છે. મહત્વનું છે, આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે. તાજેતરમાં જ ભારતીય સેનાએ અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓનો નાશ કરીને. સમગ્ર દુનિયાને પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો. ત્યારે, સુરતના જ્વેલર્સે આ પરાક્રમને યાદ કરતી અને દેશભક્તિ દર્શાવતી રાખડીઓ બનાવી છે. ત્યારે, ભાઇ-બહેનના પવિત્ર પર્વે ફરી એકવાર ભારતના શૌર્યની ગાથા સમગ્ર વિશ્વમાં ગૂંજશે.