ગુજરાત AAPમાંથી રાજુ કરપડાએ આપ્યું રાજીનામું..બોટાદમાં AAPની સભામાં પથ્થરમારા બાદ આવ્યા હતા ચર્ચામાં.બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે થઈ હતી હિંસા..કડદા પ્રથાની વાતને લઈને આવ્યા હતા ચર્ચામાં.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા AAPને ફટકો.AAPના કિસાન સેલ સાથે જોડાયેલા હતા કરપડા. ઉલ્લેખનીય છે કે રાજુ કરપડાની ઓળખ એક ખેડૂત નેતા તરીકેની રહી છે. બોટાદમાં કડદા પ્રથા સામેના આંદોલનની આગેવાની... તેમણે જ લીધી હતી. AAPએ કરપડાની આગેવાનીમાં બોટાદમાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં હડદડ ગામે મહાસભાને કરપડાએ સંબોધન કર્યા બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ કેસમાં કરપડાને 108 દિવસ સુધી જેલમાં પણ રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે AAP નેતાઓનો આરોપ છે કે. આ ખેડૂત આંદોલનને ડામવા ભાજપે અનેક પ્રયાસ કર્યા. અને તેના દબાણને લીધે જ. રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હોઈ શકે.