ગોંડલના મગફળી ખરીદ કેન્દ્ર મગફળીની ખરીદી કરવામાં આવે છે...જેમાં 35.8 કિલોના બદલે 36.2 કિલો મગફળી લેવાતી હોવાના આરોપને લઈને વિવાદ સર્જાયો હતો...AAPના નેતા જીગીશા પટેલે આરોપ લગાવ્યો કે ખેડૂતે વધુ વજન લેવાતુ હોવાની ફરિયાદ કરી તે બાદ તેમણે ખરીદ કેન્દ્ર પર જાત તપાસ કરી..તો આ મામલે મંડળી દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે ભેજ અને બોરીના વજનમાં વધારા-ઘટાડાને લઈને 200- 300 ગ્રામ વધુ વજન લેવામાં આવે છે...પરંતુ AAP નેતા જીગીશા પટેલે કામગીરીમાં અડચણ ઉભી કરી હતી જેના કારણે મગફળીની ખરીદી ખોરંભે ચડી હતી...જે બાદ આજે ગોંડલના 4 કેન્દ્રો પર મગફળીની ખરીદી બંધ કરવામાં આવી..