રાજકોટના રિંગરોડ ખાતે આવેલું અમરનાથ મંદિર ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અમરનાથ મંદિરમાં યુવકોને આરતી કરવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં મંદિરમાં આરતી વિવાદને લઈને પી.ટી.જાડેજાએ યુવકોને ધમકી આપતા મામલો વધુ વકર્યો હતો. મળતી માહિતી અનુસાર પી ટી જાડેજાએ ધમકી આપતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ પી.ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે. પી ટી જાડેજાની પાસા હેઠળ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. પી ટી જાડેજા ક્ષત્રિય આંદોલનના મુખ્ય ચહેરા હતા. ક્ષત્રિય આંદોલનનો ખાર રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોનો આક્ષેપ છે.PT JadejaArrest