રાજકોટમાં ડોમીનોઝ પીઝામાંથી માખી નીકળ્યાની ફરિયાદ. સેટેલાઇટ ચોકમાં આવેલા આઉટલેટમાં પીઝામાંથી માખી નીકળ્યાનો ગ્રાહકે દાવો કર્યો. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ કર્યો. તો આઉટલેટના કર્મચારીએ ઉડાઉ જવાબ આપ્યાનો પણ આક્ષેપ. વાયરલ વીડિયોના આધારે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે કે નહીં તેને લઈ સવાલ. પીઝામાંથી માખી નીકળ્યાની ફરિયાદ બાદ પણ આરોગ્ય વિભાગ તરફથી કોઈ ચેકિંગ ન થતા સવાલ ઉઠ્યા. મેયર દ્વારા દાવો કરાયો છે કે સ્વાસ્થ્ય સાથે ચેડાં ચલાવી નહિં લેવાય. આખા વર્ષ દરમિયાન ચેકિંગ હાથ ધરવાની સૂચના મેયરે આપી છે.. છતાં રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કેમ નહિં તેને લઈ અનેક સવાલ.