રાજકોટ જિલ્લામાં શિક્ષકો અને આચાર્ય હવે તમાકુ વેચતા વેપારીઓને પકડી દંડ ફટકારશે. જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના આ પરિપત્રથી શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો..પરિપત્ર અનુસાર શાળાની નજીક આવેલા પાન પાર્લર અને તમાકુના વેપારીઓ પર નજર રાખવી તેમજ કોઈ વેપારી તમાકુ કે સિગારેટ વેચતો જોવા મળે તો શિક્ષક અથવા આચાર્યએ દંડ વસૂલવાનો રહેશે. રાજકોટ જિલ્લામાં એક પરિપત્રને કારણે શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગે શાળાની આજુબાજુ તમાકુ, સિગારેટ અને પાન મસાલાનું વેચાણ અટકાવવા માટે શિક્ષકો અને આચાર્યોને જવાબદારી સોંપતો પરિપત્ર બહાર પાડ્યો છે.આ પરિપત્ર અનુસાર શાળાની નજીક આવેલા પાન પાર્લર અને તમાકુના વેપારીઓ પર નજર રાખવી તેમજ કોઈ વેપારી તમાકુ કે સિગારેટ વેચતો જોવા મળે તો શિક્ષક અથવા આચાર્યએ દંડ વસૂલવાનો રહેશે.પરંતુ શિક્ષકોનું કહેવું છે કે શિક્ષણ સિવાયની ઘણી કામગીરી પહેલેથી જ સોંપવામાં આવે છે, અને હવે વેપારીઓને શોધી દંડ વસૂલવાની જવાબદારી આપવી યોગ્ય નથી.શિક્ષકો કહી રહ્યા છે કે નશાબંધી વિભાગ છે.પોલીસ છે અથવા પંચાયત વિભાગને આ કામગીરી સોંપો.