રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગરોડના હાલ બેહાલ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાના કારણે વાહનચાલકો હાલાકી વેઠી રહ્યા છે. નવા રિંગ રોડ પર મુંજકા ચોકડીથી કટારિયા ચોકડી સુધી ઠેર-ઠેર ખાડા છે. રસ્તા પર ખાડાના કારણે કમરના મણકા ખસી જાય તેવી સ્થિતિ છે. કેટલીક જગ્યાએ તો રસ્તા પર બે ફૂટ સુધીના ખાડા છે. રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રસ્તાઓ મુદ્દે મોટા-મોટા દાવા તો કરે છે. પરંતુ ધરાતળ પર સ્થિતિ કંઈક અલગ જ છે. રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગરોડના હાલ બેહાલ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાના કારણે વાહનચાલકો હાલાકી વેઠી રહ્યા છે. નવા રિંગ રોડ પર મુંજકા ચોકડીથી કટારિયા ચોકડી સુધી ઠેર-ઠેર ખાડા છે. રસ્તા પર ખાડાના કારણે કમરના મણકા ખસી જાય તેવી સ્થિતિ છે. કેટલીક જગ્યાએ તો રસ્તા પર બે ફૂટ સુધીના ખાડા છે.