રાજકોટના PGVCLના ધાંધિયાથી પ્રજાની સાથે નેતા પણ પરેશાન થયાં..ભાજપ નેતાએ જામટાવર ખાતે આવેલી PGVCL ઓફિસમાં હલ્લાબોલ કર્યો..સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે PGVCL કચેરીમાં જઇને હલ્લાબોલ કર્યો..ચાર દિવસથી PGVCLની કચેરીમાં કોઈ ફોન ન ઉપાડતા નેતા આકરા પાણીએ થયાં છે..ભાજપ નેતા જયમીન ઠાકરે PGVCLના અધિકારીને ખખડાવી નાખ્યા..PGVCLના ઘરે આરામ કરતા કર્મચારીઓને નેતાએ ઓફિસે બોલાવી ખખડાવ્યા..વોર્ડ-2માં લાઇટ જશે તો અધિકારીઓના ઘરની લાઈટો કાપશે તેવી ભાજપ નેતાએ ચીમકી આપી છે.