રાજસ્થાનના પ્રસિદ્ધ પુષ્કર મેળામાં ઊંટ સવારી કરવી એક કપલને ભારે પડી ગઇ. કપલ ખૂબ ઉત્સાહ સાથે ઊંટ સવારી કરવા આવ્યું. પરંતુ જેવા તેઓ ઊંટ પર બેઠા કે તુરંત ઊંટ ઉછળ્યુ અને પતિ-પત્ની ધડામ કરતા નીચે પડ્યા. પત્ની એટલી જોરથી નીચે પડી કે ઘણા સમય સુધી તો ઉઠી પણ ન શકી. જો કે સ્થળ પર ઉપસ્થિત લોકો દંપતીની વહારે આવ્યા.