રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી 48 કલાક છૂટોછવાયો વરસાદ રહેવાની વકી. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદના ઝાપટાં પડી શકે છે. તો વડોદરા, આણંદ, અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી. ઓગસ્ટના અંત અને સપ્ટેબરની શરૂઆતમાં પડશે વરસાદ. 26 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાના એંધાણને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી. 12 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા.