હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી. આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના છે. ત્યારે આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પધરામણી કરે તેવા એંધાણ છે. હવામાન વિભાગ પ્રમાણે હાલ ચોમાસાને આગળ વધવાને અનુકૂળ સ્થિતિ છે. બીજી તરફ 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પવન સાથે સમાન્ય વરસાદની ખાબકી શકે.