રાજકોટના ઉપલેટા પંથકમાં સતત બે દિવસથી વરસાદી માહેલ જામ્યો છે. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ યથાવત છે. આકાશમાં કાળા વાદળો છવાતા અંધારપટનો માહોલ છવાયો છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે ઉપલેટા પંથકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.