સ્માર્ટ સિટી સુરત આજે ફરી 'જળબંબાકાર સિટી' બની ગયું છે. વહેલી સવારથી શરૂ થયેલા સામાન્ય વરસાદમાં જ આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. સૌથી ખરાબ સ્થિતિ ઉધના-નવસારી રોડ અને વેસુ શ્યામ મંદિર વીઆઇપી રોડની છે, જ્યાં રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. વાહનચાલકો અટવાયા છે, એન્જિનો બંધ પડ્યા છે. તો વરસાદના કારણે ઉધના રેલવે નજીક ગરનાળું પણ પાણીમાં ગરકાવ થયું.. ઘૂંટણસમા પાણીમાંથી રાહદારીઓ આવવા-જવા મજબૂર બન્યા.. એક છેડેથી બીજા છેડે જતા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.. ઘણા લાંબા સમયથી કાયમી ઉકેલ લાવવા માટેની માગ કરવામાં આવી રહી છે.. પરંતુ તંત્રનું પેટનું પાણી હાલતું નથી.. સવાલ એ છે કે દર વર્ષે કરોડોના ટેક્સ વસૂલતી પાલિકા પાસે પાણી નિકાલનો કોઈ કાયમી રસ્તો કેમ નથી? સામાન્ય વરસાદમાં પણ જો જનતાએ આફત ભોગવવી પડે, તો આ તંત્રની ઘોર બેદરકારી નહીં તો બીજું શું છે? જનતા પૂછી રહી છે સવાલ, ક્યારે જાગશે તંત્ર?