હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. હાલમાં ચોમાસું મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી ૨ થી ૩ દિવસમાં તે દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાના વધુ ભાગોમાં પહોંચે તેવી સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં હાલમાં નીચલા સ્તરે નૈઋત્યના પવનો ફૂંકાઈ રહ્યા છે.