માઉન્ટ આબુમાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, વિખ્યાત નક્કી લેકમાં પાણીના સ્તરમાં સતત વધારો, અન્ય નાના-મોટા જળાશયોમાં પાણીની આવકમાં વધારો, અર્બુદાંચલના પર્વતોએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો, પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા સહેલાણીઓ ઉમટ્યાં લોકો ખળખળ વહેતા ઝરણા અને વાદળોના મનમોહક નજારા અને સુંદરાનો આનંદ માણી અભિભૂત થઇ રહ્યા છે. પર્યટકોનું માનવું છે કે માઉન્ટ આબુ ફરવાનો ખરો આનંદ ફક્ત ચોમાસામાં જ આવે છે. વરસાદની સીઝનમાં અર્બુદાંચલના પર્વતોએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા મનોહર દ્રશ્યો જોવા મળે છે.