ગુજરાતમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મહેસાણાના સતલાસણામાં સૌથી વધુ 3.9 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે દાંતામાં 3.39 ઈંચ, બરવાળામાં 2.72 ઈંચ અને ખંભાતમાં 2.52 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 2.48 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેડબ્રહ્મામાં માત્ર 2 કલાકમાં 2.2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 24 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.