સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. દુધરેજ, વઢવાણ, જોરાવરનગર સહિતના વિસ્તારમાં વિજળીના ચમકારા અને પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. બીજી તરફ સતત વરસાદને કારણે કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ છે. જેને કારણે ખેડૂતોની ચિતામાં વધારો થયો છે.