20 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી..ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદની શક્યતા..દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદની આગાહી. આવતીકાલે રાજ્યમાં અણધાર્યા વરસાદની શક્યતા. 29 જૂનથી 5 જુલાઈ સુધી રાજ્યમાં થશે વાવણી લાયક વરસાદ. ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલાં. રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ વખતે ચોમાસા પર અલ-નીનોનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. જો કે અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે સ્થિતિ 1972 જેવી ચિંતાજનક નહીં હોય.