હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં મેઘ મહેર ઉતરી રહી છે. હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ (Rain) થવાની આગાહી કરી છે. ત્યારે પંચમહાલના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગોધરા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો હતો. મેઘ મહેરબાની ઉતરતા પંચમહાલ જિલ્લામાં ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.