દિવાળીને હવે માત્ર 20 જ દિવસ બાકી છે.ત્યારે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.અને હજુ પણ આગામી 3 દિવસ તો રાજ્યમાં વરસાદ જોવા મળશે.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.દ્વારકા.પોરબંદર..જૂનાગઢ અને મોરબી જિલ્લામાં હજુ પણ વરસાદ વરસી શકે છે.ચાર જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.એટલે 3થી 4 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી છે.બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદની શક્યતા છે.કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.