રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વભાગે આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગનું માનવું છે કે 48 કલાક વરસાદનું જોર ઓછું રહેશે, પરંતુ 48 કલાક બાદ વરસાદની તીવ્રતા વધવાની પ્રબળ શક્યતા છે. સ્થિતિને જોતા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.