આજે કેટલાક ભાગોમાં વરસાદ અને મીની વાવાઝોડાની આગાહી. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, દાહોદ, મહીસાગર યેલો એલર્ટ જાહેર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી કરવામાં આવી. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે.ત્યારે બીજી ફેબ્રુઆરીના રોજ સવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો આવ્યો છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરતા કહ્યું ગુજરાતના આઠ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તો યલો એલર્ટ આપી છે. આ ચાર જિલ્લામાં વીજળી અને કડાકાભડાકા થવાની પણ આગાહી આપી છે. સાથે રાજ્યમાં મીનીવાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે.