વડોદરાનું રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજરે રેલવે સ્ટેશન પર વ્યવસ્થાઓની સમીક્ષા કરી. પરિસ્થિતિ સામાન્ય જોવા મળી. રેલવે વિભાગ, GRP અને RPFએ સંકલનમાં રહીને વ્યવસ્થાઓ ગોઠવી. મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જ બેઠકો યોજીને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી.