ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં. દર વર્ષે અનોખી રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે.કડકડતી ઠંડી વચ્ચે. અને દરિયાના હાડ થીજાવતા પાણી વચ્ચે. મરીન કમાન્ડો અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા. 26 જાન્યુઆરીની ઊજવણી કરાઈ. બાળક, યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ સહિત 100થી વધુ લોકોએ. પાણીની અંદર જઈ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું.