પોરબંદરમાં પણ સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ દરિયામાં તિરંગો લહેરાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું. સ્વીમર ગ્રૂપ દ્વારા પોરબંદરના દરિયા કિનારે દર વર્ષે અનોખી રીતે આ ઉજવણી કરવામાં આવે છે.. દરિયામાં તિરંગો લહેરાવી અનોખી રીતે પોતાની દેશભક્તિને રજૂ કરી.