પોરબંદરનું સ્મશાન મહાનગરપાલિકાનો ભંગારવાડો બન્યું. વર્ષોથી બંધ પડેલાં સરકારી વાહનો સ્મશાનમાં મૂકાયાં. ધૂળ ખાતાં વાહનોની હરાજી ન થતાં સ્મશાનમાં કરાયો સંગ્રહ. ફાયર બ્રિગેડના વાહનો પણ સ્મશાનમાં મુકવામાં આવ્યાં. સ્મશાનમાં ભરેલા ભંગારનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. સ્મશાનમાં જૂના ખખડધજ વાહનો ભરવા અંગે ફાયર વિભાગના અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. અધિકારીનું કહેવું છે કે 5 વર્ષ અગાઉ આ વાહનોની હરાજી થઈ ગઈ હતી. પરંતું હજુ સુધી વાહનોનો નિકાલ ન થતા સ્મશાન ભંગારના ગોડાઉનમાં ફેરવાયું છે. ત્યારે આગામી સમયમાં ફરીવાર હરાજી કરીને ભંગારનો નિકાલ કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે.